સિંધુ ખીણની સંસ્કૃતિ

સિંધુ ખીણની સંસ્કૃતિ

દુનિયાની ચાર પ્રાચીન સંસ્કૃતિઓ -ઇજીપ્ત, મેસોપોટેમિયા, ચીન અને આપણીસિંધુ ખીણની સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિ.  આ બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં સૌથી મોટી સિંધુ સંસ્કૃતિ હતી. આ વસાહતની લિપિ, ત્યાં રહેનારા લોકો, એમની ભાષા, ધર્મ  વગેરે. આ વિષેના ગહન સંશોધન અને અન્ય પુરાવાઓને અભાવે તે એક રહસ્ય છે.

આર્ય લોકોના ઉદયનો વિષય ઘણો વિવાદાસ્પદ છે. સ્ટેફન નૅપ, ડેવિડ ફ્રૉલી અને ઘણા ભારતીય વિદ્વાનોનું માનવું છે કે આર્ય લોકો અને સંસ્કૃત ભાષા ભારતમાં બહારના દેશોમાંથી આવ્યાં નથી. જયારે મૅક્સ મુલર, બેન્ડર, લવીન, ગુફરોવ વગેરે મોટા ભાગના સંશોધકોનું  માનવું છે કે આર્ય લોકો આશરે ઈસ પૂર્વે ૧૫૦૦માં  મધ્ય એશિયામાંથી  (આજે  જ્યાં કિર્ગીઝસ્તાન, કઝાખસ્તાન, તુર્કમેનિસ્તાન. ઉઝબેકિસ્તાન વગેરે દેશો આવેલા છે) આવ્યા હતા. સિંધુ સંસ્કૃતિ અને એની લિપિનો અસ્ત થયા બાદ આશરે ૧૫૦૦ વર્ષ પછી આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦માં ભારતમાં બ્રાહ્મીનો ઉદય ભારતમાં થયેલો જણાય છે, જેમાંથી દેવનાગરી લિપિનો ઉદય થયેલો છે તેથી બ્રાહ્મી લિપિ  સિંધુ સંસ્કૃતિની લિપિમાંથી ઉદય પામી હોય એ શક્ય લાગતું નથી.  આ બધી લિપિઓ અને સિંધુ સંસ્કૃતિની લિપિ બંને તદ્દન જુદી લિપિઓ છે, તેથી સિંધુ સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ હોય અને રહેનારા લોકો આર્ય હોવાનું શક્ય લાગતું નથી.

સિંધુ સંસ્કૃતિ વિષે બહુ જ થોડી માહિતી ઉપલબ્ધ છે. આ સંસ્કૃતિ ભારત, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કરાંચી શહેરની આસપાસના વિસ્તારમાં (હડપ્પા અને મોએં-જો-ડારો) આ મુખ્ય શહેરો હતાં. આશરે ૧૦૦ ગામોમાં હજારો માઈલો સુધી એ સંસ્કૃતિ ફેલાએલી હતી. ગુજરાતમાં અમદાવાદ પાસેના લોથલ ગામમાં આજે પણ અવશેષો જોઈ શકાય છે. આ વખતની લિપિમાં લખાએલી માટીની ટીકડીઓ મળેલી છે પણ ફક્ત આશરે ૪૦૦ જુદાં જુદાં ચિહ્નો મળેલાં હોવાથી અને અન્ય કોઈ દસ્તાવેજ, શિલાલેખ વગેરેના અભાવને કારણે આ લિપિને સમજવાના અનેક પ્રયત્નો કરવા છતાં આ પ્રાચીન સંસ્કૃતિ એક રહસ્ય અને સમસ્યા છે. (રોઝેટા શિલાલેખની હાઇરોગ્લિફ્સ લિપિનો અર્થ ઈ.સ. ૧૮૦૩માં શામ્પલિઓં નામના ફ્રેંચ માણસ અને ગ્રીક ભાષાના વિદ્વાને ઉકેલ્યો ત્યાં સુધી ઇજીપ્તની સંસ્કૃતિ આવી જ એક સમસ્યા હતી.) આ રહસ્યમય પ્રાચીન સિંધુ સંસ્કૃતિની લિપિને  સમજવાના પ્રયત્નો સતત ચાલુ  છે પણ હજુ સુધી બધા પ્રયત્નો નિષ્ફળ રહેલા છે.

સુમેરિયન સંસ્કૃતિમાંથી બેબીલોનિયન સંસ્કૃતિ, અસીરિયન સંસ્કૃતિ, નિઓ-બેબીલોનિયન સંસ્કૃતિ અને ત્યાર બાદની ઈરાનિયન, એનાતોલિયન, નાઈલ (ઈજિપ્શિયન) અને લવાંત સંસ્કૃતિઓ વિકસી. એમના ઉપર પણ સુમેરિયન સંસ્કૃતિની અસર થયેલી છે. અન્ય પ્રાચીન સંસ્કૃતિઓની જેમ વિકસિત થઈને ભવિષ્યની સંસ્કૃતિઓમાં સિંધુ સંસ્કૃતિ પણ પ્રભાવક અને અસરકારક કેમ ન થઈ શકી એ પણ એક મોટું રહસ્ય છે.

હડપ્પા અને મોએં-જો-ડારો પ્રદેશ (ઇસ્લામાબાદ અને કરાંચી વચ્ચેનો પ્રદેશ) આજે ઉજ્જડ રણપ્રદેશ છે પણ હજારો વર્ષ પહેલાં આ પ્રદેશ ઘણો ફળદ્રુપ અને રસાળ હતો.  સિંધુ સંસ્કૃતિના લોકો મુખ્યત્વે વેપારી વર્ગના અને ખેતી કરનારા ખેડૂત વર્ગના હતા. અહીં મળેલા પ્રાચીન અવશેષોમાં કોઈ પણ પ્રકારનાં શસ્ત્રો કે યુદ્ધ આધારિત વસ્તુઓ મળેલી નથી. અનાજના કોઠારો અને સહિયારા સ્નાનગૃહોના અવશેષો મળેલા છે. એકસરખાં સાદાં સફેદ ઘરો. અને  સુંદર પહોળા રસ્તા વગેરે જોઈને અહીં રહેનારા મોટા ભાગના લોકો શાંતિપ્રિય અને સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે. આ પ્રદેશની લિપિ, ભાષા, ઘરો, વજનો, આંકડા ગણવાની પદ્ધતિ, ઘરોની રચના વગેરેમાં અનેક સદીઓમાં કોઈ ફેરફાર થયેલો લાગતો નથી, એ પણ એક મોટું રહસ્ય છે.

ખેતીપ્રધાન પ્રદેશ હોવાને લીધે અનાજના મોટા મોટા કોઠારોના અવશેષો મળેલા છે. ઘઉં, જવ, કપાસ, તલ વગેરેની ખેતી કરવામાં આવતી. દરેક ઘરમાં શૌચાલય, મળના નિકાલ માટે ગટર, સામૂહિક સ્નાનગૃહો, અનાજ માટેના મોટા સંગ્રહાલયો, ભવ્ય રસ્તાઓ વગેરેના અવશેષો ઉપરથી આ સંસ્કૃતિના લોકો અતિ સંપન્ન, સમૃદ્ધ અને શાંતિપ્રિય સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ શહેરોમાં રહેનારા નાગરિકો હતા એવું માનવામાં આવે છે. નદીના અને વરસાદના પૂરથી બચવા માટે ઊંચા ટેકરાઓ ઉપર ઘરો અને વસાહતો બાંધવામાં આવેલી છે. ઘરો એક સરખા આકારની સુંદર ઈંટો વાપરીને બાંધેલાં છે.

મેસોપોટેમિયા (ઇરાક)માં સિંધુ સંસ્કૃતિના માટીના સિક્કાઓ મળેલા છે અને હડપ્પામાં મેસોપોટેમિયાના સિક્કાઓ મળેલા છે આ પરથી એવું અનુમાન થઈ શકે છે કે આ બંને પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે નિયમિત રીતે વ્યાપાર અને વેપારીઓની આવજા થતી હોવી જોઈએ. સોનું અફઘાનિસ્તાનમાંથી, પિત્તળ અને ચાંદી રાજસ્થાન પ્રદેશમાંથી, પીરોજ રત્ન પર્શિયામાંથી લાવવામાં આવતાં.

આટલી મોટી પ્રાચીન સંસ્કૃતિના અવશેષોમાં લડાઈના કોઈ પણ જાતનાં શસ્ત્રો, શસ્ત્રાગારો, રાજમહેલો, રાજાની મૂર્તિઓ વગેરેના અવશેષો મળેલા નથી. આ સંસ્કૃતિના લોકોએ અન્ય લોકો ઉપર આક્રમણ કરેલું લાગતું નથી અથવા અન્ય કોઈ લોકોએ આ લોકો ઉપર આક્રમણ કરેલું જણાતું નથી; તેથી નવા વસેલા આર્ય લોકોના હાથે અહીંના લોકોનો વિનાશ થઈ આ સંસ્કૃતિ અચાનક  નાશ પામી એ પણ એક મોટું રહસ્ય છે. મોએં-જો-ડારોનો અંત કદાચ નવા આવેલા આર્યોના હાથે થયો હોવાની શક્યતા મનાય છે. ઋગ્વેદમાં ઇન્દ્ર રાજાએ કિલ્લા ઉપર આક્રમણ કરીને શહેરના આદિવાસી લોકોનો નાશ કર્યાનું વર્ણન છે. એક વાત ચોક્કસ છે કે, આર્યોના આગમન પહેલાં જ આ વિસ્તારનું નદીના પાણીના પૂરથી પતન થવાનું ચાલુ થયેલું હતું. સરસ્વતી નદીની વહેવાની દિશા બદલાઈ અને અંતે તે સુકાઈ ગઈ. (અંતરાળમાંથી લીધેલા ફોટામાં સુકાઈ ગયેલી નદીના અવશેષો જોઈ શકાયા છે. મેક્સ મુલર, ક્રીસ્તિયન લાસન જેવા વિદ્વાનોના મતાનુસાર હરિયાણા રાજ્યમાં વહેતી ઘગ્ગર-હકરા નદી ઋગ્વેદમાં ઉલ્લેખ કરેલી સરસ્વતી નદી છે, જે આજે પણ બારે માસ વહેતી નથી. ફક્ત ચોમાસામાં વહે છે અને પછી સુકાઈ જાય છે.  ઘગ્ગર-હકરા નદી ઘણી મોટી નદી હતી. આ નદીમાં કદાચ  સતલજ અને યમુના બંને નદીઓ વહેતી હશે. આ નદીની આસપાસ સિંધુ સંસ્કૃતિના ઘણા અવશેષો મળેલા છે. જયારે આ નદી સુકાઈ ગઈ ત્યારે આજુબાજુના પ્રદેશની જમીન પાણી વગર ઉજાડ થઈ ગઈ. ધરતીકંપને લીધે પણ નદીનો પ્રવાહ બદલાયો હશે.  આ બધાં કારણો આ સંસ્કૃતિના વિનાશનાં કારણો બન્યાં હશે.  સિંધુ નદીની વહેવાની દિશામાં બદલ થયો હશે અને  બહુ મોટું પૂર આવ્યું હશે કે પછી પાણીના અભાવે દુષ્કાળથી નાશ થવાની શક્યતા પણ છે. ઋગ્વેદમાં સરસ્વતી નદી કરતાં સિંધુ નદીને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આનું કારણ કદાચ જયારે આર્ય મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા ત્યારે સરસ્વતી નદી સુકાઈ ગયેલી હશે અને તેથી તેનું મહત્ત્વ ઋગ્વેદમાં ઓછું થયું હોવાની શક્યતા છે.  સિંધુ સંસ્કૃતિનો વિનાશ હરપ્પા અને મોએં-જો-ડારો પછી શરૂ થયો અને ધીમે ધીમે ત્યાર પછી અન્ય વસાહતોનો અંત આવ્યો હશે, એવું માનવામાં આવે છે.

વિવિધ દેશ અને વિવિધ પ્રદેશોમાં વિશાળ વિસ્તારોમાં પ્રસરેલી આ ભવ્ય સંસ્કૃતિ અને ત્યાંનાં રહેવાસી શાંતિપ્રિય લોકોનો અંત કેમ આવ્યો, અહીં વસનારા લોકો કોણ હતા, કઈ ભાષા બોલતા હતા,  લિપીનો ઉકેલ ક્યારે લાગશે, આ લોકો ક્યાંથી આવ્યા હતા, વગેરે રહસ્યોના ઉત્તરો ભવિષ્યમાં ઉકેલાશે એવી આશા રાખીએ.

Comments

  1. How I Got My Loan From A Genuine And Reliable Loan Company

    My name is Mrs SMITH STEPHANIE. I live in Malaysia and i am a happy woman today? and i told my self that any lender that rescue my family from our poor situation, i will refer any person that is looking for loan to him, he gave me happiness to me and my family, i was in need of a loan of $100,000,00 and was scammed by those fraudulent lenders and a friend introduce me to MR IBRAHIM MUSA,and he lend me the loan without any stress,you can contact him at (powerfinance7@gmail.com)

    1. Your Full names:_______
    2. Contact address:_______
    3. Country Of Residence:______
    4. Loan Amount Required:________
    5. Duration:_____
    6. Gender:_____
    7. Occupation:________
    8. Monthly Income:_______
    9. Date Of Birth:________
    10.Telephone Number:__________

    Regards.
    Managements
    Email Him at: powerfinance7@gmail.com

    ReplyDelete
  2. Osm Swami Vivekananda Dear.. M Following your Rashifal in hindi For Very Long Time ago..

    ReplyDelete
  3. અહિ કેટલીક વસ્તુ ખોટી રીતે પીરસવા મા આવી છે, જ્યારે સત્ય તો એ છે કે સિંધુ લિપિ , બ્રાહ્મી લિપિની સૌથી નજીક અને મળતી આવતી ભાષા છે. અને આર્યો બહારથી આવેલા નથી , કોઈ હિમાલય કૂદીને રથમા આવી પણ ન શકે. આર્યો અને દ્રવીડૉ એક જ છે માત્ર વિસ્તારને અનુંકૂલિત થઈ ભાષાકીય રીતે જાતી અલગ કરવાનાં ભૂતકાળ ના પ્રયાસ ને તમે આગળ ધપાવો છો.

    ReplyDelete
  4. આર્યો બહારથી આવ્યા che..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Nilgiri biosphere

મહા માનવ આંબેડકર સાહેબ