ચંપારણ સત્યાગ્રહ

ચંપારણ

ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ‘તીનકઠિયા’ પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા.ગાંઘીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું.ગાંઘીજીએ આ નોટિસનો અનાદર કર્યો.તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કે, “સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું.અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.” ગાંઘીજીએ ઉમેયુઁ : “મારી દડમાન્યતા છે કે આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસ પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી-સિવાય કે સરકારના હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.” આવી અહિંસક સત્યાગ્રહની રીત સામે પોતાને સંસ્કારી અને સભ્ય ગણાવતી બ્રિટિશ સરકાર આડેધડ શસ્ત્રો કેવી રીતે ઉગામી શકે!                                

                ખેડૂતોની ફરિયાદ નોંધવાના કાર્યમાં ગાંઘીજી અત્યંત ચોકસાઈ રાખતા.જો નિવેદનો વજૂદ વગરનાં હોય અથવા તો તેમાં અતિશયોક્તિ હોય તો તેવાં નિવેદનો ફગાવી દેતા. આવી ચોકસાઈ રાખવાનું કારણ એ હતું કે લડત દરમિયાન આવાં લખાણોનો સરકાર દુરુપયોગ ન કરે.સરકાર પણ ખેડૂતોની સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખી શકે.     

         ગાંઘીજી જે-તે લડત દરમિયાન સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપવા હિંદભરમાંથી જુદા જુદા નેતાઓને બોલવતા.તેમની પાસે જે-તે પ્રદેશને ધ્યાનમાં રાખી રચનાત્મક કાર્યો પણ કરાવતા. દા.ત.,ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જ નિરક્ક્ષરતા અને ગંદકીના પ્રશ્નને હાથમાં લેવા તેમણે પુનાના સુવિખ્યાત ‘હિંદસેવક સમાજ’ ના કાર્યકર્તા ડૉ.દેવને ચંપારણ તેડવ્યા હતા.આમ,સ્થાનિક કાર્યકરો,બહારના સ્વયંસેવકો,બિહારના બૌદ્ધિકો વગેરેનું સંકલન કરીને લડતને દોરવણી આપવાની ગાંઘીજીની અહિંસક પદ્ધતિએ એક અસરકારક શસ્ત્ર તરીકેનું કામ કયુઁ હતું.  

Visit the kavyesh gk world for ias page on fb

Comments

Popular posts from this blog

Nilgiri biosphere

મહા માનવ આંબેડકર સાહેબ

Chikangunya