"કુરાનને મુસલમાન જાણે છે,"બાઇબલને ખ્રિસ્તી જાણે, "ગીતાને હિન્દૂ જાણે, પરંતુ "બાબા સાહેબે લખેલું બંધારણ આખું હિન્દુસ્તાન જાણે" ભારતરત્ન મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર ભારતરત્ન મહામાનવ ડૉ.બાબા સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર હુલામણું નામ : બાબાસાહેબ નાગરીકતા : ભારતીય અભ્યાસ : એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી, એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી. વ્યવસાય : ભારતના પ્રથમ કાયદા પ્રધાન વતન : અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર ખિતાબ : ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત) જન્મ અને બાળપણ ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ(તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ
Comments
Post a Comment